સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

તાલીમ મોડ્યુલ

શિક્ષક તાલીમ-૨૦૧૪-૧૫


  1. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ-૧-૨ તાલીમ મોડ્યુલ
  2. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ-૬ થી ૮ હિન્દી, સંસ્કૃત તાલીમ મોડ્યુલ
  3. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ-૬ થી ૮ સામાજિક વિજ્ઞાન તાલીમ મોડ્યુલ
  4. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ-૬ થી ૮ ગુજરાતી, અંગ્રેજી તાલીમ મોડ્યુલ
  5. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ધોરણ ૬ થી ૮ વિજ્ઞાન અને મેનેજરીયલ વિષય તાલીમ મોડ્યુલ
  6. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ હકારાત્મક અભિગમ
  7. સને-૨૦૧૪-૧૫ બાળકોમાં સર્જનાત્મકતાની ખીલવણી
  8. સને-૨૦૧૪-૧૫ સંસ્કૃત ભાષા શિક્ષણ
  9. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ વર્ગવ્યવહાર
  10. સને-૨૦૧૪-૧૫ નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ
  11. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ ટેકનોલોજીનો વર્ગખંડમાં ઉપયોગ
  12. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ બાળકોમાં જિજ્ઞાસા વૃતિની ખીલવણી
  13. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ અસરકારક વર્ગખંડ શિક્ષણ
  14. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ શિક્ષણમાં અસરકારક પ્રત્યાયન
  15. સને-૨૦૧૪-૧૫ શિક્ષક તાલીમ હકારાત્મક અભિગમ
    શિક્ષક તાલીમ ૨૦૧૩-૧૪ 


    શૈક્ષણિક મોડ્યુલ 

    ૧. શિક્ષક તાલીમ સાહિત્ય સામગ્રી મોડ્યુલ- સંગીત, ચિત્રકલા, શારીરિક શિક્ષણ અને કાર્યાનુભવ
    ૨. સામાજિક વિજ્ઞાન મોડ્યુલ 
    ૩. શિક્ષક તાલીમ સાહિત્ય સામગ્રી મોડ્યુલ- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત
    ૪. વાંચન પર્વ મોડ્યુલ 

    મોડયુલ:

    1. ગુજરાતી, હીન્દી, અંગ્રેજી, સંસ્કૃત 
    2. સંગીત, ચિત્ર, શારીરિક શિક્ષણ અને કાયૅાનુભવ
    3. સામાજિક વિજ્ઞાન
    4. શાળાકીય સવૅગ્રાહી મૂલ્યાંકન
    5. તાલીમ સાહીત્ય
    6. વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત
    ૫.પ્રવૃતિલક્ષી તાલીમ મોડ્યુલ ધોરણ ૧ થી ૫ વર્ષ-૨૦૧૩-૧૪

    શિક્ષક તાલીમ


    સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાતી સેવાકાલીન તાલીમના હેતુઓ તથા તેમને અપાતા વિષયોની પસંદગી::
    હેતુઓ::

    શિક્ષકો વર્ગ શિક્ષણકાર્ય માટેની વિવિધ પદ્ધતિઓ, પ્રવૃતિઓ અને નૂતન શૈક્ષણિક પ્રવાહોથી જાણકાર બંને.

    શિક્ષકો પોતાના વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ કરી તેનો વિનિયોગ પોતાના વર્ગખંડ શિક્ષણકાર્યને અસરકારક બનાવવામાં કરે.
    શિક્ષક તાલીમના વિષયોની પસંદગી:

    શિક્ષણ વિભાગ અંતર્ગત વર્ષ ૨૦૧૦ થી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણકાર્ય, શિક્ષકો પોતાની રીતે તૈયાર થાય તે હેતુસર ગુણોત્સવ કાર્યક્રમ અમલમાં મુકેલ છે.
    આ કાર્યક્રમ અન્વયે શિક્ષકો દ્વારા ભરવામાં આવતી સ્વ-મૂલ્યાંકન પુસ્તિકામાં પોતાને કયા વિષયની કેવા પ્રકારના વિષયની જરૂરિયાત છે તે માટેનો અગ્રતાક્રમ દર્શાવે છે.
    સ્વ-મૂલ્યાંકન પુસ્તિકામાં તાલીમ માટે નીચે જેવા વિષયો સમાવિષ્ટ હોય છે.

    શિક્ષણ શાસ્ત્ર વિષયક તાલીમ : આ ક્ષેત્રમાં શીખવા શીખવવાની પ્રક્રિયા, વર્ગવ્યવહાર, શિક્ષણમાં અનુબંધ વયજૂથનું સંકલન વગેરે મુદ્દાઓ સમાવિષ્ટ છે.

    વિષયવસ્તુ સજ્જતા તાલીમ : આ ક્ષેત્રમાં તમામ સાક્ષરી વિષયો માટે અધ્યયન સામગ્રી નિર્માણનો સમાવેશ છે.

    વ્યાવસાયિક સજ્જતા તાલીમ : આ ક્ષેત્રમાં વલણ ઘડતર, હકારાત્મક વિચારણા, પ્રેરણા, સંકલન અને સંચાલન, ટીમ બિલ્ડીંગ, ટાઈમ મેનેજમેન્ટ, નેતૃત્વ, આંતર વૈયકિત સંબંધો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સર્જનાત્મક વિચારણા, વર્તન-વ્યવહાર તાલીમ, પ્રત્યાયન, કમ્પ્યુટર સ્કીલ, સ્કૂલ મેનેજમેન્ટ/એકાઉન્ટ, લાઈફ સ્કીલ, ડોક્યુમેન્ટેશન-અહેવાલ લેખન, બાલ મનોવિજ્ઞાન/બાળ માનસની સમાજ વગેરે મુદ્દાઓ સમાવિષ્ટ છે.
    સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત અને તેના થકી બાળકોની શૈક્ષણિક લબ્ધિમાં સુધારો થાય તેવા અમલમાં મૂકેલ કાર્યક્રમો.

    એસએસએ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત અને તેના વડે બાળકોની શૈક્ષણિક લબ્ધિમાં ગુણાત્મક સુધારો થાય તે હેતુસર
    (૧) એડેપ્ટસ,
    (૨) પ્રજ્ઞા-પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન જેવા કાર્યક્રમો અમલમાં મુકાયા છે.
    ADEPTS: Advancement of Educational Performance Through Teacher Support (શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ઠ શૈક્ષણિક અભિવ્યક્તિ):

    સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાના ક્લસ્ટર દીઠ બે શાળાઓનો સમાવેશ આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે.

    વર્ષ ૨૦૦૮-૦૯માં પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવેલ જેમાં રાજ્યના તમામ જિલ્લામાંથી તાલુકા દીઠ બે-બે શાળાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

    રાજ્ય દ્વારા ADEPTS અંતર્ગત Phase I માં સમાવિષ્ટ શાળાઓના શિક્ષકોને Teleconference દ્વારા તાલીમ

    વર્ષ ૨૦૦૯-૧૦માં બીજો તબક્કો શરૂ કરવામાં આવેલ જેમાં રાજ્યના તમામ જિલ્લામાંથી તાલુકાના ક્લસ્ટર દીઠ બે-બે શાળાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

    ADEPTS અંતર્ગત તમામ જિલ્લો દ્વારા સીઆરસી તેમજ સંલગ્ન શાળાઓના શિક્ષકોને તાલીમ.

    શિક્ષક સેવાકાલીન તાલીમમાં ADEPTS કાર્યક્રમનો તાલીમમાં સમાવેશ.

    ADEPTS અંતર્ગત રાજ્ય દ્વારા તમામ શિક્ષકોને ADEPTS કાર્યક્રમના વિધાનો અંગેનું મોડ્યુલ તેમજ સીઆરસી, બીઆરસી કો.ઓર્ડીનેટરને ADEPTS કાર્યક્રમ અંતર્ગત લેવાનાર મુલાકાતની નોંધપોથી.
    પ્રજ્ઞા:

    લર્નિંગ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન(પ્રજ્ઞા) કાર્યક્રમ રાજ્યના પ્રત્યેક તાલુકાની ૧૦ શાળાદીઠ રાજ્યની કુલ ૨૫૦૦ પ્રાથમિક શાળામાં અમલમાં છે.

    પ્રજ્ઞા કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૧ થી ૪ ના બાળકો માટે અલાયદી વિશિષ્ટ વર્ગ શિક્ષણ પ્રક્રિયા, મટીરીયલ્સનું નિર્માણ.

    પ્રજ્ઞા શાળાના શિક્ષકોને તાલીમ.
    પ્રાથમિક શાળાના બાળકોને સ્વ-અધ્યયન માટે, મહાવરા માટે આપવામાં આવતું સંદર્ભ સાહિત્ય :

    પ્રાથમિક શાળાના બાળકોને વર્ગખંડમાં શીખવેલ વિષયવસ્તુના મહાવરા, સ્વઅધ્યયન માટે એસએસએ અંતર્ગત ધોરણ ૧ થી ૭ ના બાળકોને સ્વઅધ્યયનપોથી આપવામાં આવે છે.

    ધોરણ ૫ થી ૭ ના બાળકોને વિજ્ઞાનના પ્રયોગો લખવા માટે વિજ્ઞાન પ્રયોગપોથી અને નકશાપુરણી માટે નકશાપોથી આપવામાં આવે છે.

    પ્રજ્ઞા શાળાઓના બાળકોને લેખન કાર્યના મહાવરા માટે અર્લી રીડર બુક આપવામાં આવે છે.







    RTE (ગુજરાતી અને અંગ્રેજીમાં )

    એન.સી.એફ.-2005 

    આર.ટી.ઈ.-૨૦૦૯ મોડયુલ 

    આર.ટી.ઈ.-૨૦૦૯ નિયમો


    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો